મોદીજીના નેતૃત્વમાં દેશ આજે વિકાસના પંથે આગળ વધી રહ્યો છે.C.R.Patil
ક્ચ્છ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજી ધોરડોમાં હેલિકોપ્ટરથી આવી પહોંચ્યા હતા જ્યાં ધોરડો ખાતેની તંબુનગરીમાં ભાજપની ત્રણેય મોરચાની કારોબારી બેઠક હાજરી આપી હતી ધોરડોની તંબુનગરીમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ત્રણ મોરચાની કારોબારીની બેઠકનું આજે સમાપન યોજાયુ હતું.કારોબારીને પક્ષના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલજીએ સંબોધન કર્યું હતું,પાટીલજીએ ભારતીય જનતા પાર્ટીના કાર્ય
Advertisement
ક્ચ્છ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજી ધોરડોમાં હેલિકોપ્ટરથી આવી પહોંચ્યા હતા જ્યાં ધોરડો ખાતેની તંબુનગરીમાં ભાજપની ત્રણેય મોરચાની કારોબારી બેઠક હાજરી આપી હતી ધોરડોની તંબુનગરીમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ત્રણ મોરચાની કારોબારીની બેઠકનું આજે સમાપન યોજાયુ હતું.
કારોબારીને પક્ષના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલજીએ સંબોધન કર્યું હતું,પાટીલજીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યો વર્ણવ્યા હતા,વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વમાં દેશ આજે વિકાસના પંથે આગળ વધી રહ્યો છેભાજપ પક્ષ હમેશા શિસ્તમાં માને છે આજે ધોરડો ખાતે ત્રણ મોરચાની બેઠકમાં હાજર રહેલા તમામ કાર્યકરોને અભિનંદન પાઠવું છુતમામ કાર્યકરો હોદ્દેદારોને સંઘઠન શક્તિ મજબૂત બનાવવા હાકલ કરી હતી,આજે ગુજરાતના લોકો વિકાસના કાર્યો જોઈને ગૌરવ અનુભવે છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની દીર્ઘ દ્રષ્ટિથી ગુજરાત વિકાશનું હરણફાળ ભરી રહ્યું છે.આજે સી. આર. પાટિલજીએપ્રદેશ કક્ષાના કિસાન અનુ.જાતિ અને બક્ષીપંચ મોરચાને મહત્વના સૂચનો આપ્યા હતા. આજની બેઠકમાં સંગઠન મુદે્ ચર્ચા કરવામાં આવી હતી. આ તકે પ્રદેશ મહામંત્રી રત્નાકરજીએ મહત્વના સૂચનો આપ્યા હતા આ બેઠકમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા.લોકસભાની ચૂંટણીને લઈને પણ મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડાએ પણ મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું તેઓએ મોદીજીના કાર્યોની સરાહના કરી હતી,કચ્છનો જે વિકાસ થયો છે તે મોદીજીને આભારી છે તેમ તેઓએ જણાવ્યું હતું. આજે કાર્યક્રમમાં સી.આર.પાટિલજીનું પક્ષના કાર્યકરોએ સન્માન કર્યું હતું ત્યારે આ સમારોહ પ્રસંગે ઉદયભાઈ કાનગડ,દિનેશભાઇ અનાવડિયા,સાગરભાઈદેસાઈ,મહેન્દ્રભાઈપટેલ,ડો.પ્રદુમનભાઈવાજા,સંભુપ્રસાદજીટૂંડિયા,લાલસિંઘઆર્ય,અનિલભાઈ પાંડે,હિતેશભાઈ પટેલ,ધારાસભ્ય કેશુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.